રાજકોટ શહેરમાં સ્પીડ બ્રેકર ન દેખાતાં જીવ ગુમાવ્યો

રાજકોટમાં RTO ઓફિસ પાસે મનહર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ નવલભાઈ ખુંગલા (ઉ.વ.45) ગઈકાલે રાત્રીના 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે જતાં હતાં ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી ચોકડી વચ્ચે જકાતનાકા પાસે એચપી પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થઇ જતાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો.

મૃત્યું પામનાર રાજેન્દ્રભાઈ RTOમાં એજન્ટનું કામ કરતાં હતાં. ગઈકાલે રાત્રીના તેઓ ઘરે જતાં હતાં ત્યારે જકાતનાકા પાસે એચપી પેટ્રોલ પંપ પાસે રોડ પર સ્પીડ બ્રેકર ન દેખાતાં સ્પીડ બ્રેકર ઠેકાળ્યું હતું અને બાઈક સવાર રાજેન્દ્રભાઈએ બાઈક પરથી કાબુ ગુમાવતાં પટકાયા હતા જેમાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓ બે ભાઈ અને એક બહેનમાં નાનાં હોવાનું અને તેઓને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *