સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 17મીથી 3 દિવસ યુવક મહોત્સવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે 17મી ઓક્ટોબરથી ત્રણ દિવસ સુધી યુવક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેનું આજે ઉદઘાટન બપોરે 11.30 વાગ્યે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા હસ્તે કરવામાં આવશે. જેમાં 32 સ્પર્ધામાં 1,803 સ્પર્ધકો ભાગ લેવાના છે. જોકે, ગુરુવારે પ્રથમ દિવસે 507 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. જેમાં વકતૃત્વ સ્પર્ધાનો વિષય રાષ્ટ્ર ભકિતની સાચી ઓળખ રાખવામાં આવ્યું છે. આ વખતે પહેલીવાર વિદ્યાર્થિનીઓના પ્રશ્નો માટે નવી મહિલા કમિટી બનાવાઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52મા યુવક મહોત્સવ ઉદેતી નું ઉદઘાટન સવારે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે થશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. (ડૉ.) કમલસિંહ ડોડીયા તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેશે.

આ ત્રિ-દિવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં કુલ 32 સ્પર્ધાઓ યોજાશે. યુવક મહોત્સવમાં “રાષ્ટ્રભકિતની સાચી ઓળખ” એ વકતૃત્વ સ્પર્ધાનો વિષય રહેશે. દરેક સ્પર્ધામાં કુલ 3 તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવા આપશે. ગુરુવારે પ્રથમ દિવસે સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગ મળીને કુલ 10 સ્પર્ધાઓ યોજાશે. પ્રથમ દિવસે યોજાનારી સ્પર્ધાઓમાં કુલ 507 વિદ્યાર્થીઓ પોતાની કલા રજૂ કરશે અને પ્રથમ દિવસે કુલ 30 તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવાઓ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *