આજી ડેમમાં પડવાનો પિતાને મેસેજ કર્યો, યુવકની લાશ મળી

શહેરમાં મવડી ગામે બાપા સીતારામ ચોક પાસેના સોરઠિયા પાર્કમાં રહેતા અંકિતભાઇ ગોબરભાઇ કમાણી (ઉ.29) સોમવારે તેના ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી ઘરે પરત નહીં આવતા તેના પરિવારે શોધખોળ કરી તાલુકા પોલીસમાં જાણ કરી હતી. બાદમાં તેના પિતાના ફોનમાં અંકિતે મેસેજ કર્યો હતો જેમાં તેને આજી ડેમમાં પડતું મૂકવાનું જણાવતા તેના પરિવારે જાણ કરી આજી ડેમે પહોંચી ગયા હતા. જ્યાંથી અંકિતનું એક્ટિવા મળી આવતા ફાયર બ્રિગેડ સ્ટાફે મૃતદેહ બહાર કાઢતા આજી ડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે aસિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

જમાદાર હરપાલભાઇ સોલંકી સહિતે તપાસ કરતા મૃતક બેભાઇમાં નાનો હોવાનું અને તેને સંતાનમાં એક બે માસનો પુત્ર હોવાનું અને મોટા ભાઇ સાથે કારખાનું ચલાવતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા મથામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *