21 વર્ષીય યુવકે જેલના બંદિવાનોની હિન્દી ગીતોની ફરમાઈશ પૂરી કરી

ગાંધીનગરના દહેગામના લવાડ તાલુકાની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના મનોસામાજીક સેવા કેન્દ્રના આમંત્રણને માન આપીને ઉત્તમ મારુ દ્વારા તા. 10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ-ડે નિમિત્તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજરી આપી જેલના રેડીયો પ્રિઝન મારફતે લાઇવ પ્રોગ્રામ આપી મોટીવેશન સ્પીચ આપેલ હતી.

આ ઉપરાંત તેઓ દ્વારા ઓર્ગન, ગિટાર, માઉથ ઓર્ગન જેવા વાંજિત્રો દ્વારા તેમજ કરાઓકે ટ્રેક ઉપર અલગ અલગ હિન્દી ગીતો ગાઇને બંદીવાનોની ફરમાઇશ પુરી કરેલ હતી અને જેલમાં ખૂબ જ સુંદર અને પ્રેરક કાર્યક્રમ આપેલ હતો. ભારત સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતા દેશના સર્વોચ્ચ એવોર્ડ બાલશ્રીથી વર્ષ 2011માં ઉત્તમ મારૂને સન્માનિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી વગેરે જેવા અનેક મહાનુભાવોએ ઉત્તમ મારૂને રૂબરૂ મળીને એની ઉપલબ્ધિઓ બીરદાવી છે. ઉત્તમ મારૂને શ્રીમદ ભગવદ ગીતાના તમામ 700 શ્લોક કંઠસ્થ છે તેમજ 120થી વધારે શાસ્ત્રીય રાગની સમજ છે. તેઓની આ ઉપલબ્ધી માટે અત્યાર સુધીમાં 117 શિલ્ડ, મેડલ અને પુરસ્કારો મળેલા છે. દરમિયાન જેલ અધિક્ષક રાઘવ જૈન દ્વારા ઉત્તમ મારૂનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *