વોર્ડને કરેલા ઉઘરાણાની ભાગબટાઇ કરનાર મહિલા સહિત બંને પોલીસ કર્મચારી સસ્પેન્ડ

રૈયા ટેલિફોન એક્સચેન્જ પોઇન્ટ પર ફરજ બજાવતાં ટ્રાફિકશાખાના હેડ કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ તથા ત્રણ ટ્રાફિકવોર્ડન નાણાંની ભાગબટાઇ કરી રહ્યાનો ભાંડાફોડ કરતા ચોંકી ઉઠેલા પોલીસ કમિશનરે બંને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સોંપો પડી ગયો હતો અને તોડજોડની પ્રવૃત્તિ કરતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ પાસે ચારેક દિવસ પૂર્વે આદિત્ય ઝીંઝુવાડિયા નામના ટ્રાફિકવોર્ડને બાઇકચાલક યુવકને થાપો મારી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બાઇકચાલક કાર સાથે અથડાતા બાઇકમાં બેઠેલા તેના પરિવારના સભ્યો બાઇકમાંથી ફંગોળાયા હતા.

બંને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સોંપો ​​​​​​​
​​​​​​​આ ઘટનાની સાથોસાથ એવો પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે, રૈયા ટેલિફોન એક્સચેંજ પોઈન્ટ પર ફરજ બજાવતાં ટ્રાફિકવોર્ડન વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરી તે રકમ ત્યાં ફરજ બજાવતાં ટ્રાફિકશાખાના હેડ કોન્સ્ટેબલ ઉમેદ માણસુર ગઢવી અને કોન્સ્ટેબલ કાજલ મોલિયાને રકમ આપતા હતા અને રકમ હાથ આવ્યા બાદ તેની ભાગબટાઇ થતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *