શોપિંગ ફેસ્ટિવલનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થશે

શનિવારથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થશે. 14 જાન્યુઆરી સુધી 95 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં સિંધુભવન રોડ, સીજી રોડ, કાંકરિયા, નિકોલ, મોર્ડન સ્ટ્રીટ પર ખરીદી માટે આવનારા લોકોને 15થી 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ અપાશે. તેમાં 15 હજાર વેપારીને જોડવાનો ટાર્ગેટ છે. ખરીદી કરવા આવનારા એએમટીએસ-બીઆરટીએસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. રિવરફ્રન્ટ, માણેકચોક, લો-ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રાપુર અને પ્રહલાદનગર રોડ પર પણ વ્યવસ્થા છે. આ ફેસ્ટિવલ માટે પકવાન ચાર રસ્તાને રોશનીથી શણગારાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *