શહેરમાં નવરાત્રિના તહેવાર દરમિયાન પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે લુખ્ખાઆે બેકાબૂ બન્યા હોય તેમ રેસકોર્સ રિંગ રોડ પર હોટેલમાં ઘૂસી ધમાલ મચાવી હોટેલના મેનેજરને મારકૂટ કરી હતી. બનાવને પગલે મેનેજરે ફરિયાદ કરતાં પોલીસે સીસીટીવીમાં કેદ પોલીસપુત્ર સહિત બેલડીને ઝડપી લઇ વિશેષ કાર્યવાહી કરી હતી.
80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા અને રેસકોર્સ રિંગ રોડ પર હોટેલ બ્રિજમાં મેનેજર તરીકે નોકરી કરતા અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ ગઢિયાએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, બુધવારે રાત્રીના તે અને તેનો સ્ટાફ હોટેલે હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સ હોટેલમાં ધસી આવ્યા હતા. દરમિયાન એક શખ્સે હોટેલના કાઉન્ટર પર આવી હોટેલના રજિસ્ટર સહિતની વસ્તુઓની માંગ કરી હતી જે નહીં આપતા ધમાલ મચાવી હતી અને મારકૂટ શરૂ કરી હતી. દરમિયાન પોલીસમાં ફોન કરવાનું કહેતા બન્ને નાસી ગયાનું જણાવ્યું હતું.