કોટડાસાંગાણીમાં ખાણમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

કોટડાસાંગાણીમાં પથ્થરની ખાણમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ ખસેડી તપાસ હાથ ધરી છે. સોમવારે રાત્રે માતાજીના મંદિરે અજય અને બબ્બર સાથે અર્જુન પણ ગયો હતો.રાત્રે ચાર વાગ્યે અજય અને બબ્બર બંને પરત આવ્યા પરંતુ અર્જુન નહીં આવતા પિતા સવશીભાઈ બંને ને પૂછતા જણાવ્યું કે તમારો પુત્ર અમારી પહેલા આવી ગયેલ છે.

બાદમાં અને અર્જુનના માતા હેમુબેને પોલીસને જાણ કરી કે મારો પુત્ર મળેલ નથી. પોલીસે અર્જુનની શોધખોળ હાથ ધરતા જાણવા મળેલ કે પથ્થરની ખાણમાં મૃતદેહ મળી આવ્યો છે જે અર્જુન સવશીભાઇ વધેલા(ઉ.વ.23)નો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *