પીસીબી ટીમના જુગારધામ પર દરોડો

રાજકોટ શહેર પીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પર શ્રી ચિત્રકૂટધામ સોસાયટી શેરી નંબર 1 શ્રી ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટ નંબર 203માં ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી પત્તા રમતા મકાન માલિક વિનોદ તુલસીદાસ રાઠોડ (ઉ.વ.64), ગિરીશપરી ગોરધનપરી ગોસ્વામી (ઉ.વ.44), સાગર વિજય સોનાછત્રા (ઉ.વ. 26), અશ્વિન ઉર્ફે આર્યન મગન મકવાણા (ઉ.વ.35), મુકેશ લક્ષ્મીદાસ કોટક (ઉ.વ.62), અને હનીફ અશરફ હલાણી (ઉ.વ.40)ને દબોચી રોકડ રૂ.52900 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. તમામ જુગારીઓ લિસ્ટેડ છે અને ફરતી જુગાર કલબ બેસાડી જુગાર રમતાં હતાં. ગઈકાલે વિનોદે રૂ.10 હજારની ડિપોઝીટ લઈ જુગાર રમાડતો હતો અને પોલીસે રેડ કરતા જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *