ઈન્સ્ટાગ્રામમાં યુએસએના બિઝનેસમેનના નામે યુવતીને ફસાવી

સોશિયલ મીડિયામાં ખોટા નામના આઈડી બનાવી યુવતીઓ, સગીરાઓ, વિદ્યાર્થીનિઓ સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં બ્લેકમેઈલ કરી યુવતીઓનું શોષણ કરી પૈસા પડાવતાં હોય એવા અનેક બનાવો સામે આવતાં રહે છે ત્યારે આવો વધુ એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટની એક યુવતીનો સંપર્ક ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીના નામની આઈડી સાથે થયો હતો. જે બાદ યુવતીએ એક શખસનો પરિચય પોતાના ભાઈ તરીકે કરાવ્યો હતો. તે શખસ પોતે કુંવારો છે અને યુએસએમાં બિઝનેસ કરે છે એવા બણગા ફૂંકી પરિચય આગળ ધપાવતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો.

સાયબર ક્રાઈમે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો મે મહિના દરમિયાન યુવતીના અંગત ફોટા પણ તેણે લઈ લીધા હતાં પણ એક દિવસ યુવતીએ પાસપોર્ટ જોતાં પોતાની સાથે નીલ પટેલના નામે જે શખસ સાથે પ્રેમ કરે છે. તે નીલ નહિ પણ ગાંધીનગરનો ચિરાગ મેવાડા હોવાનું જણાતાં પોતાની સાથે છેતરપીંડી થયાની ફરિયાદ કરતાં સાયબર ક્રાઈમે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો. આ બનાવ અંગે રાજકોટમાં રહેતી 26 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીનગરના ક્લોલમાં પંચવટી રેસીડેન્સી એ-202 માં રહેતાં ચિરાગ પ્રહલાદ મેવાડા (ઉ.વ.43)નું નામ આપતાં પોલીસે આઈપીસી 354 (ડી), 506, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *