શહેરમાં બસપોર્ટ પાસે પૂરઝડપે દોડતી સિટીબસે બાઇકને ઠોકરે લેતા યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્રનો બચાવ થયો હતો. બનાવને પગલે એ-ડિવિઝન પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન તેના મિત્ર સાથે બાઇકમાં પેટ્રોલ પૂરાવા નીકળ્યો હતો તે દરમિયાન આ બનાવ બન્યાનું બહાર આવતા પોલીસે બસચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજેશ્રી સિનેમા પાસે કોટક શેરીમાં રહેતો લક્ષ્મણ કુંભાભાઇ સિંગરાખિયા (ઉ.22) તેના મિત્ર ઋષભ સાથે બાઇકમાં જતા હતો ત્યારે બસપોર્ટ નજીક સિટીબસે બાઇકને ઠોકરે લેતા બન્ને ફંગોળાઇ ગયા હતા. બનાવને પગલે ગંભીર ઇજા પામેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે એ-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.