કરમાળ કોટડામાં પરિણીતા પર સસરા, દિયર અને નણંદનો હુમલો

કરમાળ કોટડામાં રહેતી પરિણીતાને ગૃહ ક્લેશના પગલે સસરા, દિયર, નણંદ સહિત સાસરિયાએ મારામારી કરી હતી અને લોખંડના પાઇપ ઝીંકતાં પરિણીતાને ફ્રેક્ચર સહિતની ઇજા થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર કરમાળ કોટડા ગામે રહેતા વાસંતીબેન દીપકભાઈ વલ્લભભાઈ વાવડીયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે તેના સસરા વલ્લભભાઈ વાવડીયા, દિયર વિજય વાવડીયા, નણંદ શિલ્પાબેનએ સાથે મળીને લોખંડના પાઇપ જમણા હાથે આ મારતા તેમને ફેક્ચર થયું હતું,

આટલું ઓછું હોય તેમ ત્રણેયએ એક સંપ કરી અપશબ્દો આપી, લોખંડના પાઇપ વડે જમણા હાથના ખંભા ઉપર ઘા મારી મુંઢ ઇજા કરી હતી તેમજ મારી નાખવાની ધમકી આપતાં અંતે પોલીસનું શરણું લેવું પડ્યું હતું. વાસંતીબેને વધુમાં જણાવ્યું હતું કે અમારા લગ્ન સામસામા થયા છે અને તેમના નણંદ એટલે કે ભાભી પણ ખરી, એ રીસામણે આવતાં તેનો ખાર રાખી સસરા, દીયર અને નણંદે મારા પર હુમલો કર્યો હતો અને મને મારી નાખવાની ધમકી આપી હતી. આથી આટકોટ પોલીસે ત્રણેય સામે બીએનએસની કલમ 115/2/ 117// 352/ 351/ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પોલીસના પી. જી. જાડેજા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *