શાપર-વેરાવળના પરિવારે અકસ્માતમાં પુત્ર ગુમાવતા કલ્પાંત

રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળમાં રહેતો પરિવાર યુવાનને હાથમાં ઈજા થઈ હોવાથી 5 ઓક્ટોબરના સવારે ત્યાથી રિક્ષામાં રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલી હોસ્પિટલમાં બતાવવા માટે લઈ આવ્યા હતા. બાદમાં તેઓ રિક્ષામાં પરત શાપર વેરાવળ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રેક્ટર ચાલકે રીક્ષાને હડફેટે લેતા 18 વર્ષિય યુવાન મિહિર વેગડાને હાથ અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે પરત કોઠારીયા રોડ ઉપરની જ ખાનગી હોસ્પિટલે પરત લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા આજીડેમ પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. શાપર વેરાવળમાં રહેતા અને ઘરકામ કરતા દિવ્યાબેન રાણભાઇ વેગડાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અમો 2 બહેન તથા 1 ભાઈ જેમાં મોટા બહેન અવનીબેન વા/ઓફ પ્રકાશભાઈ વાઘેલા જે અમારી સાથે રહે છે તથા એક ભાઈ મિહિર ઉંમર વર્ષ 18 નો છે મારા માતાનું નામ નંદુબેન તથા પિતા રાણાભાઇ જે પોરબંદર અમારાથી અલગ રહેતા હોય અમારે કોઈ તેમની સાથે સંબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *