રાજકોટમાં મોબાઈલના ધંધાર્થીએ ઉંમર અને લગ્ન છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી ખોટું મેરેજ સર્ટી બનાવી લગ્ન કરી લીધાં હતાં. બાદમાં હરિદ્વાર ફરવા ગયાં ત્યારે પૂજારી પાસે પૂજા કરવા ગયેલ તો તે યુવક મારવાડી જ્ઞાતિને બદલે અન્ય જ્ઞાતિનો હોવાનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પોલીસ પાસે આવતાં પ્રેમીની ઉંમર ખોટી તેમજ તે એક સંતાનનો બાપ હોવાનું પણ સામે આવતાં યુવતી હતપ્રભ થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર રહેતી 22 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ધનજી વરણનું નામ આપી જણાવ્યું હતું કે, તે માતા અને ભાઈ સાથે રહે છે, તેમજ ટીવાયબીએનો અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા તે ગુરૂપ્રસાદ ચોકમાં કલ્યાણી પાર્લરમાં પાર્લરનું કામ શીખવા જતી હતી. ત્યારે ત્યાં બાજુમાં આવેલ આર.વી. ટેલિકોમ મોબાઈલ રિપેરિંગ, એસેસરીઝની દુકાન ધરાવતાં રાજુ વરણ સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં બંને વાતચીત કરવા લાગ્યા હતા અને મિત્રતા બાંધાઈ હતી.
ત્યારબાદ તે સાધુવાસવાણી રોડ પર આવેલ બ્યુટી પાર્લરમાં નોકરી કરવા લાગી હતી. દરમિયાન તે આરોપી સાથે ફોન પર વાત કરવા લાગી હતી અને તે સાધુવાસવાણી રોડ ઉપર મળવા માટે આવતો હતો. દરમિયાન તેણીએ આરોપીને પૂછ્યું હતું કે, તારી ઉંમર શું છે? તો આરોપીએ 26 વર્ષ જણાવ્યું હતું અને તેનુ આધારકાર્ડ પણ મોકલ્યું હતું. જેમા જન્મ તા. 09.10.1998 લખી હતી, જેથી તેની ઉપર યુવતીએ વિશ્વાસ કર્યો હતો.
ફરિયાદની પત્નીએ આવીને ઝઘડો કર્યો થોડાક દીવસો બાદ બંને ક્રિષ્ટલ મોલ પાસે આવેલ શનીદેવના મંદિરે દર્શન કરવા ગયા, ત્યારે તેની પત્ની ત્યા આવી હતી અને કહ્યું કે, આ મારો પતિ છે અને મેં તેની સાથે ચાર વર્ષ પહેલા લગ્ન કર્યા છે. તો રાજુ તેની પત્નીને પકડી તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને રાજુએ કહ્યું કે, તું અત્યારે જતી રહે, જેથી તે ત્યાંથી જતી રહી હતી. બાદ બીજા દીવસે રાજુને ફોન કરીને પૂછ્યું કે, તારા લગ્ન થઈ ગયેલ છે? અને તે કોણ હતી? જેના જવાબમાં રાજુએ જણાવ્યું હતું કે, મારા લગ્ન થયા નથી અને તે મારી પ્રોપટી માટે ચાર વર્ષથી પાછળ પડી છે, જેથી આરોપીની વાત યુવતીઓ માની લીધી હતી.
યુવતીને બોલાવી કાગળ પર સહી કરવા કહ્યું થોડા દીવસો બાદ રાજુએ ફોનમાં કહ્યું કે, તારા ડોક્યુમેન્ટ આપ મારે કામ છે. જેથી તેના પર વિશ્વાસ રાખી આધારકાર્ડ, લિવિંગ સર્ટી અને જન્મ તારીખનો દાખલો મોકલ્યો હતો. થોડા દીવસો બાદ તેણી ઘરે હતી, ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલ એચ.પી.પેટ્રોલ પંપ પાસે ફોન કરી બોલાવતાં ફરિયાદી ત્યાં ગઈ તો પોતાની કારમાં બેસાડી તે સાથે લાવેલ કાગળમાં સહી કરવાનુ કહેતા તેણીએ કાગળો શેના છે? પૂછતા આરોપીએ જણાવ્યું કે, હાલ તું સહી કરી આપ પછી તને સમજાવુ. જેથી તેના ઉપર વિશ્વાસ રાખી સહી કરી હતી.