રાજકોટના એપા.માં ચોકીદારની ઓરડીમાં રૂ.1.35 લાખની ચોરી

શહેર પોલીસના નાઇટ પેટ્રોલિંગની પોલ ખોલતા તસ્કરોએ વધુ બે સ્થળેથી હાથફેરો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુનિવર્સિટી રોડ, જલારામ સોસાયટી-2માં આવેલા સુખસાગર એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા અને ત્યાં જ ઓરડીમાં પત્ની, સંતાનો સાથે રહેતા મૂળ નેપાળના મીકસમભાઇ તીલસ્વામીભાઇ સોની નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે સાંજે તે કરિયાણાની ખરીદી કરવા ગયા હતા. જ્યારે પત્ની ઘરકામ કરવા ગઇ હતી. ઘરમાં બાળકો સુતા હોય ઓરડીનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. બાદમાં રાત્રીના સવા નવેક વાગ્યે પરત આવતા પોતાનો મોબાઇલ જોવા મળ્યો ન હતો.

ઘરમાં તપાસ કરતા પત્નીએ કબાટની તિજોરીમાં રાખેલા સોનાના જુદા જુદા ઘરેણાં તેમજ રોકડા રૂ.17 હજાર મળી કુલ રૂ.1.35 લાખની મતા જોવા મળી ન હતી. ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તસ્કરની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *