રાજકોટ જિલ્લામાં મતદાન નોંધણી અધિકારી એટલે કે મામલતદાર દ્વારા ચાર-ચાર વર્ષથી સાયન્સ અને અંગ્રેજીના શિક્ષકોને બીએલઓને ઓર્ડર કરીને ચૂંટણીપંચના નિયમો તથા માનવ અધિકારોનો ભંગ કરાતો હોવાની રજૂઆત બીએલઓ હિતરક્ષક સમિતિએ કલેક્ટરને લેખિતમાં કરી છે અને આ મુદ્દે ઓક્ટોબર માસમાં યોજાનાર જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સવાલ ઉઠાવ્યો છે.
કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, બીએલઓની નિમણૂકમાં ચૂંટણીપંચના ઠરાવ અને નિયમનો ભંગ કરીને વિરાણી હાઇસ્કૂલના ચાર સાયન્સ અને અંગ્રેજી શિક્ષકને, જી.ટી.શેઠ વિદ્યાલયના બે શિક્ષક, લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના ચાર શિક્ષક, કોટક સ્કૂલના ત્રણ શિક્ષક તેમજ અન્ય 17 શાળાઓના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શિક્ષકોને છેલ્લા ચાર-ચાર વર્ષથી બીએલઓની ફરજ સોંપેલ છે.