વિદેશી દારૂની મહેફિલ માણતા 6 આરોપી સામે ગુનો

ધરમ સિનેમા પાછળ આવેલા સરકારી ક્વાર્ટરમાં દારૂની મહેફિલમાં પ્રદ્યુમનનગર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની મહેફિલ માણતા ઢોંસાના ધંધાર્થી સહિત 6 આરોપી સામે ગુનો નોંધીને 5 મોબાઈલ અને એક મોટરકાર મળીને રૂ. 3,21,500 નો મુદામાલ કબજે કર્યો છે. પીડબલ્યુડીના સરકારી ક્વાર્ટરમાં હનુમાનજી મંદિરની પાછાળ ગોપાલ યાદવે તેના મિત્રો સાથે મળી દારૂની મહેફિલ માણી રહ્યાની બાતમી પેટ્રોલિંગમાં રહેલા પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડીને વિદેશી દારૂની મહેફિલ માણતા ગોપાલ ક્રિષ્ન યાદવ, ઢોંસાન ધંધાર્થી અનિલ પેરૂસ્વામી સોલયન્ટ, કમલેશ ગાંડું પરમાર, યોગેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહેલ, વિશાલ સંદીપ ચોહાણ, ગોપાલસિંહ ઉર્ફ હરપાલસિંહ ઉદયસિંહ રાણાની ધરપકડ કરી વિદેશી દારૂની બોટલ, વેફર, વટાણા, મગદાળ તથા રૂ.1.21 લાખના પાંચ મોબાઈલ, મોટરકાર મળી કુલ રૂ.3,21,150નો મુદામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *