ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોરડી ગામનો વણાંક અકસ્માત ઝોન બની ગયો છે, અવારનવાર માનવ જિંદગી હોમાઈ રહી હોય તેવામાં અનેકો રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ત્યાં ઓવરબ્રિજ મંજૂર કરવામાં ન આવતા ચોરડીના સરપંચ અને સદસ્યોએ સામૂહિક રાજીનામું આપતો પત્ર ટીડીઓને લખતાં તાલુકા પંચાયત ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.
ચોરડી ગામનો વળાંક અત્યંત ભયજનક બની ગયો છે અને નેશનલ હાઇવે પર અહીં ઓવરબ્રિજ બનાવવાની તાતી જરૂર છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર એ બાબતને સાંભળવા જ તૈયાર નથી. આથી સભ્યોની સહી સાથેનો પત્ર સરપંચે ટીડીઓ મિલન પટેલને મોકલી આપ્યો છે.