રાજ્યના કૃષિ પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામગૃહ વિકાસના મંત્રી રાઘવજી પટેલ રવિવાર તા. 29/09/2024ના રોજ સાંજે 4 વાગ્યે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામે શ્રી લેઉવા પટેલ કુમાર છાત્રાલય ખાતે યોજાનારી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. સહિત સાત જિલ્લા લેવલની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ રાજકોટ જવા રવાના થશે.