શ્રધ્ધા પાર્કમાં કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી મામા-ભાણેજને ધમકી આપી વાહનમાં તોડફોડ કરતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે સત્ય પ્રકાશ સ્કૂલની સામે શ્રદ્ધા પાર્કમાં કવિ કલાપી ટાઉનશીપમાં રહેતાં સુરજ કાળુભાઇ મોરી (ઉ.વ 25)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જીજ્ઞેશ ઉર્ફે બાવકો અરવિંદ ગોહેલ, દિનેશ ઉર્ફે બચુ અરવિંદ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી અને બે અજાણ્યાં શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તે મજૂરીકામ કરે છે. અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં તેમના મામા પપ્પુભાઈ કાળુભાઈ ભાલીયા ફરીયાદી છે જેમાં તે સાહેદ છે. તેમના મામાએ બાબરીયા કોલોની રહેતા દિનેશ ઉર્ફે બચુ અરવિંદ ગોહેલ તથા તેના બે ભાઇ જીગ્નેશ ઉર્ફે બાવકો, રણજીત ઉર્ફે કાનો વિરુદ્ધ ગઇ તા.19/09/2022 ના ફરીયાદ કરેલ હતી. જે કેસ કોર્ટમાં હાલ ચાલું છે. ગત તા. 25ના તેમને મુદત તારીખ હોય જેથી તેમના મામા સાથે કોર્ટ પર ગયેલ હતા. આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં સમાધાન માટે કહેતા ફરિયાદીને સમાધાન કરવું ન હોય જેથી, ના પાડેલ હતી. જેથી બાઇકમાં તોડફોડ કરી રૂ.10 હજારની નુકશાની કરેલ હતી. આ બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.