ભારતીય મહિલા ટીમમાંથી વિકેટકીપર રિચા ઘોષ બહાર

વિસ્ફોટક વિકેટ કીપર બેટર રિચા ઘોષને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે. તેને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં નથી આવી. તેના સ્થાને ઇમર્જિંગ એશિયા કપમાં ભારત-A ટીમનો હિસ્સો રહેલી ઉમા છેત્રીને તક મળી. ફાસ્ટ બોલર રેણુકા સિંહ અને શિખા પાંડેને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

ભારતીય મહિલા ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 9 જુલાઈથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા અહીં 3 T-20 અને 3 વન-ડે રમશે, બંને ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ બેટર હરમનપ્રીત કૌર કરશે.

રિચાનો સ્ટ્રાઈક રેટ 130થી વધુ છે
રિચા T20 અને વન-ડે બંને ફોર્મેટમાં ખૂબ જ ઝડપી ગતિએ રન બનાવે છે. તેણે ભારત માટે 35 T20માં 133.41ના સ્ટ્રાઈક રેટથી 563 રન બનાવ્યા છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 17 વન-ડે પણ રમી હતી. જેમાં તેણે 2 અર્ધસદી મારીને 311 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 84.97 અને એવરેજ 22.21 હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *