MF : નવા રોકાણકર્તામાં મિલેનિયલ્સનો દબદબો

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લાં પાંચ નાણાવર્ષો (FY19-FY23) માં 84.8 લાખ નવા રોકાણકારોનો ઉમેરો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે જાગરૂકતા ઝુંબેશને પગલે નવા રોકાણકારોના આધારનો 54 ટકા હિસ્સો છે. CAMSના અહેવાલ મુજબ બજારની અનુકૂળ સ્થિતિ અને ડિજિટલ એક્સેસના કારણે રહ્યો છે. આ ઉપરાંત સરળ KYC અને ફાઇનાન્સિયલ એડવાઇઝરે નવા મિલેન્યિલ્સને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા.

મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ (CAMS)દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ મુજબ 2018-19 અને 2022-23 વચ્ચે 1.57 કરોડ નવા રોકાણકારો ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવેશેલા નવા રોકાણકારોમાં મિલેનિયલ્સનો દબદબો રહ્યો છે અને નાણાકીય વર્ષ 2020માં તેમના ટકાવારી 57 ટકા સુધી પહોંચી છે.

“FY23 સુધીમાં બજારની અસ્થિરતા અને અનિશ્ચિતતા હોવા છતાં રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રવેશવાનો વિશ્વાસ મજબૂત રહ્યો અને મિલેનિયલ્સ મ્યુચ્યુઅલ ફંડ્સને સંપત્તિ સર્જન માટે રોકાણની તેમની પસંદગી અપનાવવાનું ચાલુ રાખ્યું હતું. પ્રોફેશનલ ફંડ મેનેજરો દ્વારા રોકાણ કરવા તરફ આકર્ષવામાં આવી રહ્યાં છે. પ્રોડક્ટ ડિઝાઇન, કોમ્યુનિકેશન અને ડિજિટલ ટીમોએ તેમની વ્યૂહરચનાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *