રેલવે પોલીસ ખોટી ફરિયાદના આધારે મારા પુત્રને ઉપાડી ગઇ હતી

વાંકાનેરના હસનપરમાં રહેતા રાજેશ મકવાણાને તેના જ બે સાથી મિત્રો સાથે પોલીસને બાતમી આપ્યાની શંકાએ વાંકાનેર રેલવે સ્ટેશને માથાકૂટ થયા બાદ બન્ને સાથીઓએ જ આવેશમાં આવી રાજેશને માથામાં કડું મારી ગંભીર ઇજા કરી હતી અને એટલું ઓછું હોય તેમ અવાવરું જગ્યાએ લઇ જઇ તેને પથ્થરના ઘા મારી હત્યા કરી દીધા બાદ તેની લાશને ચેકડેમમાં નાખી દીધી હતી અને એ કેસમાં પોલીસે બન્ને આરોપી જીતુ ભુંભરિયા અને ભરત ઉર્ફે ભાવેશ જગદીશભાઇ ડાભીની ધરપકડ કરી બન્ને પાસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને આરોપીઓ સામે બીએનએસની કલમ 103 (1), 140 (1),352,238 અને 54 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી શરૂ કરી છે જ્યારે રાજેશની માતાએ રાજકોટ રેલવે પોલીસમાં આ બન્ને સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે.

મૃતક રાજેશની માતા સવિતાબેનએ રાજકોટ રેલવે પોલીસમાં કરેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે હું હાલમાં જીવાભાઇ લખાભાઇ મકવાણા સાથે હસનપરમાં રહું છું. મારા પહેલા લગ્ન પ્રેમજીભાઇ વાલજીભાઇ સોલંકી સાથે થયા હતા અને તેના થકી મારે રાજેશ સહિત ચાર સંતાન છે.મારા પહેલા પતિ 15 વર્ષ પહેલાં ક્યાંક ચાલી ગયા છે અને હજુ સુધી તેનો પતો મળ્યો નથી.અમારા એક સંબંધી મનસુખભાઇ ભીખાભાઇ મકવાણા દલડી ગામે રહે છે અને તેનો દીકરો સુરેશ ઉર્ફે ગુડ્ડો મારા દીકરાનો મિત્ર હોઇ તે શુક્રવારે સાંજે ઘરે આવ્યો હતો અને મારી પાસે પૈસા માગ્યા હતા અને જીદ કરીને મારી પાસેથી 50 રૂપિયા લઇને ગયો અને ત્યાર પછી રેલવે પોલીસના ત્રણ માણસો રાજેશને પકડીને ઘરે લાવ્યા અને તેના પર પંકજ અને સુરેશે સાથે મળી સોનાના ચેન અને ફોનની ચોરી કરી હોવાનો અારોપ મૂકી ઉપાડી ગઇ હતી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *