રાજકોટમાં આજીડેમમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
યુવકે આપઘાત કરતાં પહેલાં બનાવેલો વિડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઓનલાઇન તીનપત્તી ગેમમાં યુવક એક લાખથી વધુની રકમ હારી ગયો હોવાનું વીડિયોમાં જણાવ્યું છે.
માત્ર આ જ કારણ નહિ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરતો હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. સાથે જ વીડિયોમાં અંતમાં કહ્યું I love you મમ્મી પપ્પા. ફાયર બ્રિગેડ દ્વારા યુવકના મૃતદેહની આજીડેમમાં શોધખોળ હાથ ધરાઇ છે.
