ગોંડલના વાસાવડ ગામે સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સોલંકી, વાસાવડ બીટ જમાદાર તેમજ જી.આર.ડી જવાનો વાસાવડ ગામે ચાલી રહેલા ગણેશ ઉત્સવ નિમિત્તે નાગરવાડા વિસ્તાર તેમજ લેન પા વિસ્તારમાં બિરાજિત ગણપતિ દાદાના પંડાલની મુલાકાતે પહોંચ્યા હતા તેમજ અન્ય કાર્યક્રમોની જાત માહિતી મેળવી હતી તેમજ વાસાવડમાં શાંતિ અને ભાઇચારા સાથે પર્વ ઉજવાય તે જોવા તાકીદ કરી હતી. સાથે ગણપતિ વિસર્જનની જાત મુલાકાત આયોજક અને કાર્યકરો સાથે વાતચીત કરી આરતી સમય રાત્રીના કાર્યક્રમની જાત માહિતી લીધી હતી અને વાસાવડમાં શાંતિ અને ભાઈચારા સાથે દરેક ધાર્મિક ઉત્સવ શાંતિ પૂર્વક ઉજવણી કરવા જણાવ્યું હતું તે સાથે ગણેશ વિસર્જનની તારીખ તેમજ સમય જાણી પોલીસ અને જી.આર.ડી ના બંદોબસ્તની પણ જાણકારી આપી હતી.