રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવા પર ગાંગુલી ગુસ્સે થયા!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ વાઇસ કેપ્ટન બનાવવા પર BCCI પર સવાલ ઉઠાવ્યા છે. ગાંગુલીએ કહ્યું, ‘તમે 18 મહિના સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહો, ત્યારપછી તમે પરત ફર્યા પછી ટેસ્ટ મેચ રમીને જ તમને ભારતીય ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવે છે. મને આ નિર્ણય પાછળનું કારણ બિલકુલ સમજાયું નહીં.’

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ પ્રમુખ ગાંગુલીએ કહ્યું કે ટીમ ઈન્ડિયા પાસે રવીન્દ્ર જાડેજાનો વિકલ્પ હતો, જેઓ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે, પરંતુ પરત ફર્યા બાદ તરત જ રહાણેને વાઇસ-કેપ્ટન બનાવવાનું મને સમજાતું નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘સિલેકશનમાં સાતત્યતા હોવી જોઈએ. પસંદગી આમથી તેમ ના હોવી જોઈએ.’

35 વર્ષીય રહાણે દોઢ વર્ષથી ટીમની બહાર હતો, પરંતુ તેણે આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું હતું. ઓવલ ખાતે રમાયેલી WTC ફાઇનલમાં, તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 89 અને બીજી ઇનિંગમાં 46 રન બનાવ્યા હતા અને તે ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *