રાજકોટ જિલ્લામાં ડિજિટલ માધ્યમથી ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે

રાજકોટ જિલ્લામાં હવે કેટલા વિસ્તારમાં ક્યાં પાકનું વાવેતર થયું છે? તેનો સર્વે કરવા માટે એગ્રીસ ટેક યોજના નામની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સર્વેના કારણે સમગ્ર ડેટા પહેલેથી જ તંત્ર પાસે તૈયાર રહેશે. જેમના કારણે અનેક સરકારી યોજનામાં ખેડૂતોને તેનો લાભ મળશે તેમજ સર્વેની કામગીરી પણ વધુ ઝડપી બનશે અને ક્યા વિસ્તારમાં મગફળી અને કપાસ સહિતના પાકોનું કેટલું વાવેતર છે? તે હવે ઓફિસે બેઠા જાણી શકાશે. તો આગામી 14 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ ચલાવવામાં આવનાર છે.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ડિજિટલ ક્રોપ સર્વેની માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કેન્દ્ર સરકારની યોજના હેઠળ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી રાજકોટ જિલ્લામાં હાથ ધરવામાં આવી છે, જેમાં 550 જેટલા કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે. ગ્રામ સહાયકનાં માધ્યમથી હાલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ રાજકોટ જિલ્લામાં 6 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે.

ડિજિટલ ક્રોપ સર્વેમાં ગ્રામ સહાયક ખેતરે ખેતરે જઈને ફોટા પાડી તેની માહિતી એપમાં અપલોડ કરશે. કેટલા એકરમાં કયા પાકનું વાવેતર છે? તે સહિતની માહિતી આ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે. જેના કારણે તમામ વિસ્તારની ચોક્કસ માહિતી તંત્ર પાસે રહેશે. આ કારણે ભવિષ્યમાં પીએમ કિસાન યોજના છે અથવા તો પાક ધિરાણની યોજનાઓ, ખેડૂતને લગતી યોજનાઓ આ બધી યોજનામાં એક વિશેષ ડેટા હોવાના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે. આ સર્વે શરૂ થઈ ગયો છે. જેમાં 1 ખેતરના 15 રૂ. આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *