રાજસ્થાન, MP પછી હવે UPના દારૂની ગુજરાતમાં રેલમછેલ!

ગુજરાતમાં સૌથી વધુ કોઈ બે નંબરનો વેપાર થતો હોય તો એ દારૂ છે. દારૂ માટે અલગ-અલગ મોડ, સોફ્ટવેર, નવી નવી ટેક્નિક, ટેક્નોલોજી સાથે નેટવર્ક કામ કરતું હોય છે, જેમાં વિનોદ સિંધી તો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂના સપ્લાય માટેની આખી જ કંપની ચલાવતો હતો, જે હાલ દુબઈમાં છે. હવે ગુજરાતમાં નવાં-નવાં સ્થળ, નવા રૂટ પરથી અને નવી-નવી પદ્ધતિથી દારૂના સપ્લાય શરૂ થયાં છે. પહેલા ગુજરાતના પાડોશી રાજસ્થાનથી દારૂ આવતો હતો, પરંતુ હવે છેક ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં દારૂ આવવા લાગ્યો છે. આ એક ચોંકાવનારી બાબત છે, કારણ કે ઉત્તરપ્રદેશથી દારૂ ભરાય, ત્યાર બાદ રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતના ચાર જિલ્લા અને છેક સૌરાષ્ટ્રના રાજકોટ સુધી પહોંચે છે. આ નવી લાઇન શરૂ થતાં હવે દેશભરના માફિયાઓ દારૂના વેપાર માટે ગુજરાત તરફ નજર કરી રહ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ચોક્કસ માહિતી હતી કે ગેસના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થાય છે. હીરાસર એરપોર્ટ પાસેથી બાતમીમાં બતાવાયેલું ટેન્કર મળ્યું, પણ જોકે તેના ડ્રાઈવરે પોલીસને એવું કહ્યું કે આમાં વિદેશી દારૂ નથી, પરંતુ આખું ટેન્કર ગેસથી ભરેલું છે અને જો તમને વિશ્વાસ ન આવતો હોય તો આ મીટર કાંટો જોઈ લો. એ દર્શાવે છે કે આખું ટેન્કર ગેસથી જ ભરેલું છે. આમાં બીજી કોઇ વસ્તુ નથી. ડ્રાઈવરના કથનથી ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *