ટીપરવાનમાં મેડીકલ વેસ્ટ ફેંકતા સોલબી હોસ્પિટલને રૂા. 10 હજારનો દંડ કરાયો

રાજકોટ મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ટીપરવાનમાં બાયોમેડીકલ વેસ્ટ નાંખવા બદલ સોલબી હેલ્થ હોસ્પિટલને રૂા. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડની નાલંદા સોસાયટીમાં આવેલ હોસ્પિટલ દ્વારા ઇન્જેકશન, સીરીન, નીડલ જેવો બાયોમેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવામાં આવતો હોય, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર અને ના.ઇજનેર દિગ્વિજયસિંહ તુવરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.8ના એસઆઇ નિલેશ ડાભીએ તપાસ કરી હતી. જેમાં આ બેદરકારી પકડાતા રૂા. 10 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો તેમજ બધા ડોકટરોને મેડીકલ વેસ્ટનો અધિકૃત એજન્સી દ્વારા નિકાલ કરવા સૂચના અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *