સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી કોલેજ કોટડાસાંગાણીના યજમાન પદે આંતર કોલેજ લોન ટેનિસ (ભાઇઓ/ બહેનો) સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 8 કૉલેજના 17 ભાઇઓ અને 9 બહેનોએ ભાગ લીધો હતો. કુલપતિ પ્રોફે. ડો.કમલસિંહ ડોડિયાના વરદહસ્તે વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ કરાયું હતું. પાંચ ખેલાડી ભાઈઓ અને પાંચ ખેલાડી બહેનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેશનલ ગેઈમ્સમાં પ્રતિનિધિત્વ કરશે
ભાઈઓની સ્પર્ધાના પરિણામમાં એમ.પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ જામનગરના નાગ્રેચા વેદાંત પ્રથમ ક્રમે ચેમ્પિયન થયા હતા જ્યારે બીજા ક્રમે જે.જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટના ગઢવી પૃથ્વીરાજ અને ત્રીજા ક્રમે જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટના ચૌહાણ મનન વિજેતા થયા હતા. બહેનોની સ્પર્ધાના પરિણામમાં કણસાગરા મહિલા કોલેજ રાજકોટની વિદ્યાર્થિની ચૌહાણ પ્રિયાંશી ગજેન્દ્રસિંહ પ્રથમ ક્રમે ચેમ્પિયન થયા હતા. જ્યારે બીજા ક્રમે ગ્રેસ કોમર્સ કોલેજ રાજકોટની વિદ્યાર્થિની અગ્નિહોત્રી ચાર્મી અને ત્રીજા ક્રમે ગીતાંજલિ કોલેજ રાજકોટની વિદ્યાર્થિની રાજપોપટ ધ્રુવી વિજેતા થયા હતા.