રાજકોટ પોલીસે આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી હતી

ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવી રાયધન રાઠોડ, મેહુલ રાજેશ ચાવડા અને એક યુવતીનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.01.09.2024ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બાજુમા મોદી સ્કુલ પાસે જાહેરમાં બે શખશો એક મહિલા અંદરો-અંદર એકાબીજા સાથે ઝપાઝપી કરી, સુલેહ શાંતિનો ભંગ કરેલ હોય. જે ત્રણેય જાહેરમાં ઝઘડો કરતા હોય અને બનાવ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયેલ થયો હતો. જે વીડિયોમાં દેખાતા રવી રાઠોડ, મેહુલ ચાવડા અને એક યુવતી દેખાઈ આવતાં ત્રણેય સામે સુલેહ શાંતિનો ભંગ કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રવીને યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાદ રવીએ તે યુવતીને એક જગ્યાએ નોકરી પર લગાડ્યા બાદ તે યુવતીએ તેમની સાથે વાત કરવાનું અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન ગઈ તા.1ના રવી તેના મિત્ર મેહુલ સાથે ગાંધીગ્રામ પોલીસ મથક નજીક હતો ત્યારે યુવતી મળી જતાં ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચ્યાંનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *