યુનિ. રોડ પર રહેતી ત્યક્તાએ પ્રેમસંબંધ તોડી નાખતા પ્રેમીનો નિર્લજ્જ હુમલો

શહેરના યુનવર્સિટી રોડ પર બે પુત્રી સાથે રહેતી ત્યક્તાની સાથે પરિચય કેળવી વાતચીતનો દોર શરૂ કર્યો હતો અને ત્યારબાદ ત્યક્તા સાથે ખરાબ વર્તન કરતા ત્યક્તાએ સંબંધ તોડી નાખ્યો હતો. જે બાબતનો ખાર રાખી ધરાર પ્રેમીએ ત્યક્તાને આંતરી તેના પર નિર્લજ્જ હુમલો કર્યો હતો.

યુનિવર્સિટી રોડ પર રહેતી 24 વર્ષની ત્યક્તાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડી પાળ ગામની શિવ ટાઉનશિપમાં રહેતા હર્ષ હેમંતસિંહ ડોડિયાનું નામ આપ્યું હતું. ત્યક્તાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હર્ષ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. સંબંધ રાખવા માટે હર્ષ અવારનવાર ત્યક્તાના ઘર પાસે જતો હતો અને તેના પરિવારજનોને ગાળો ભાંડી ધમાલ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *