રજવાડી ગોંડલ અને તેની રાજસ્વિતાની વાત જ કંઈક અલગ હોય છે. પ્રકૃતિ અને પશુધનથી સુખી સંપન્ન એવો આ તાલુકો ચોમાસા બાદ અનેરો ખીલી ઉઠ્યો છે. નદી, નાળાં અને તળાવ છલોછલ થયા હોય પ્રકૃતિ વૈભવ નયનરમ્ય બની ગયો છે. આ દ્રશ્ય ગોંડલ શહેરથી આશરે આઠ કિલોમીટર દૂર આવેલા બિલિયાળા ગામ નજીક મંદિર પાસેનાં વિસ્તારનું છે. રજા દરમિયાન બહોળી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓએ અહીંની મુલાકાત લીધી હતી અને હીલ સ્ટેશન પર આવ્યા હોવાનો સુખદ અનુભવ લીધો હતો.