પડધરીના ભાયું દોમડા ગામમાં રાજકોટના યુવાને મિત્રની રિવોલ્વરથી કર્યું ફાયરિંગ

જન્માષ્ટમીના તહેવાર નિમિતે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જે મુજબ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દોમડા ભાયુના ગામમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન રાજકોટના અલ્પેશ ભંડેરી અને રસીક પાદરિયાએ જાહેરમાં ખાનગી રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી લોકોના જીવ જોખમમાં મુક્યા હતાં, જેનો વીડિયો વાઈરલ થતા પડધરી પોલીસે બનાવ અંગે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પડધરી પોલીસ મથકના ASI ભગીરથસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બપોરના સમયે તેઓ પોલીસ મથકે હતા ત્યારે જાણવા મળેલ કે, પડધરીના ભાયુના દોમડા ગામમાં જાહેરમાં હવામાં ફાયરીંગ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે અંગે કોન્સ્ટેબલ દશરથસિંહ, વસંતભાઇ, સુમીતભાઈ અને સાગરભાઇ સહિતનો સ્ટાફ વીડિયો બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે, દોમડા ભાયુના ગામમાં જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે તા.26 ના બપોરના સમયે ગામની જુની પ્રાથમિક શાળાની સામે આવેલ પ્રોવિઝન સ્ટોરની સામે બાંકડા પર બેસી રાજકોટથી જન્માષ્ટમીનો તહેવાર કરવા માટે આવેલ અને મૂળ દોમડા ભાયુના ગામના વતની અલ્પેશ મોહન ભંડેરી અને તેના મીત્ર રસીક નરશી પાદરીયાની પરવાનાવાળી રીવોલ્વોરમાંથી જાહેરમાં ઘણા બધા લોકોના મેળાવડાવાળા ચોકમાં એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કરેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *