આટકોટના વીરનગર પાસેથી દેશી દારૂ સાથે એકની ધરપકડ

આટકોટ આટકોટના વિરનગર પાસે રૂા. 22 હજારના દેશી દારૂ ભરેલી બોલેરો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને આટકોટ પોલીસે દેશી દારૂ ભરેલા 55 બાચકા અને બોલેરો પીકઅપ મળી રૂા.. ૪.૭૨ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો. આટકોટના વિરનગર પાસે કનેસરા જવાના રસ્તે પુલ પાસે આટકોટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૨૨ હજારના દેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ સાથે રાજકોટના શખ્સને પકડી લીધો હતો. આટકોટમાં વિરનગર ગામથી કનેસરા જવાના રસ્તે વિદેશી દારૂભરેલી બોલેરો પીકઅપ પસાર થવાની હોવાની બાતમી મળતા આટકોટ પોલીસ મથકના હેડ કોન્સ પી.જી. જાડેજા સહિતે કનેસરા જવાના રસ્તે પુલ પાસેથી જી.જે.૩ બીઝેડ-૯૯૪૪ નંબરની બોલેરો પીકઅપમાંથી રૂા. 22,000 ના દેશી દારૂના 55 બાચકા સાથે હિરેન વિનોદભાઇ રાજપરા (ઉ.વ.૨૧) (રહે.આજીડેમ ચોકડી રઘુનંદન સોસાયટી મૂળ રેશમીયાગામ, ચોટીલાને પકડી લઇ દેશી દારૂનો જથ્થો તથા બોલેરો મળી રૂા. 4.72 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *