ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ઠમી બાદ ની રજા પૂર્ણ થતા ૨૯ થી રાબેતામુજબ કામકાજ શરૂ થનાર હતું પરંતુ વરસાદના લીધે ગોંડલ યાર્ડમાં રજા ૨ દીવસ લંબાવવાનો નિર્ણય યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ કર્યો છે. તમામ ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જણાવવાનું કે હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની કામગીરી હજુ વધુ ૨ દિવસ એટલે કે તા.29/08/24 અને તા.30/08/24 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન તમામ જણસીની આવક પણ બંધ રહેશે. શરૂ થયે સ્થિતી જોઇ મેસેજ દ્વારા જાણ કરાશે.