રાજકોટમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડ વધુ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ રવિવાર અને પછી સોમવારે અમાસ આવતી હોવાને કારણે યાર્ડ આવતીકાલથી 5 દિવસ બંધ રહેશે. આજે જન્માષ્ટમીની રજાઓ માર્કેટિંગ યાર્ડમાં પૂર્ણ થઈ રહી હતી. અને આવતીકાલથી માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ થવાનું હતું. પરંતુ ભારે વરસાદની આગાહીને લઈને યાર્ડનાં સતાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના મુજબ 3 સપ્ટેમ્બર મંગળવારથી રાબેતા મુજબ યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે.