દેશમાં ઓફિસની માંગ 80 મિલિયન સ્ક્વેર ફૂટ પર પહોંચવાનો અંદાજ

દેશમાં ઓફિસ લીઝિંગની પ્રવૃત્તિમાં ઉતરોઉતર વધારો થઇ રહ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન દેશના પ્રમુખ આઠ શહેરોમાં ઓફિસ સ્પેસનું લીઝિંગ 80 મિલિયન સ્ક્વેર ફૂટ પર પહોંચવાનો અંદાજ છે. કોર્પોરેટ દ્વારા ઊંચી માંગને પગલે ઓફિસ સ્પેસ લીઝિંગ વધશે તેવું અનુમાન કુશમન એન્ડ વેકફિલ્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે નેટ લીઝિંગ પણ 40 મિલિયન સ્ક્વેર ફૂટની આસપાસ રહેવાનો અંદાજ છે. 2023 દરમિયાન ઓફિસ સ્પેસનું લિઝિંગ 74 મિલિયન સ્ક્વેર ફૂટ હતું જ્યારે દેશના આઠ મુખ્ય શહેરો દિલ્હી-એનસીઆર, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદમાં નેટ ઓફિસ લિઝિંગ 41 મિલિયન સ્ક્વેર ફુટ હતું.

ડીએલએફ રેન્ટલ બિઝનેસના વાઇસ ચેરમેન અને એમડી શ્રીરામ ખટ્ટરે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક લાભો પૂરા પાડે છે. ટેકનિકલ કુશળતા ધરાવતા લાખો યુવાઓ છે જે સતત આગળ વધવા માટે વધુ ખર્ચે પણ ગુણવત્તાયુક્ત રિયલ એસ્ટેટ પસંદ કરી રહ્યાં છે. આ બેવડા લાભો વૈશ્વિક કંપનીઓને ભારતમાં બિઝનેસ સ્થાપિત કરવા અને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *