પોલીસનું બોર્ડ મારેલી કારમાં આવેલા શખ્સોનો કાકા-ભત્રીજા પર હુમલો

શહેરમાં પોલીસની પકડ ધીમી પડતા લુખ્ખાઓ બેકાબૂ બન્યા હોય તેમ મોરબી રોડ પરના વેલનાથપરામાં પિતા-પુત્ર સહિત ત્રણ પર શખ્સોએ ધોકા વડે હુમલો કરી નાસી ગયાની ફરિયાદ કરી હતી. જેમાં પોલીસના બોર્ડ મારેલ કારમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેના પુત્ર અને ભત્રીજો સહિત બેડી ચોકડી પાસે રાત્રીના ચા પીવા ગયા હતા ત્યારે હોટેલ નજીક એ શખ્સ કાતર મારી જોતો હોય. જેથી તેને સમજાવવા જતા મારકૂટ કરી હતી. બાદમાં પોલીસના બોર્ડ મારેલ કારમાં ઘેર આવી તારા છોકરા આમારી સાથે માથાકૂટ કેમ કરે છે કહી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેલનાથપરામાં રહેતા રિક્ષાચાલક રાકેશભાઇ રમેશભાઇ સોવલિયા (ઉ.45)એ ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન પરિવારના ભાઇઓ ઘેર હતા ત્યારે મારા ભાઇનો પુત્ર અલ્પેશ, કરણ અને મારો પુત્ર બાદલ રિક્ષા લઇને બેડી ચોકડીએ ચા પીવા માટે ગયા હતા ત્યારે તેને પુત્રને વહેલા ઘેર અાવી જવા માટે ફોન કરતા તેને મને કહેલ કે, અમે ચા પીવા માટે આવ્યા હતા ત્યારે મારવાડી લોકો કરણ સામે કાતર મારતા હોય અને તેને સમજાવવા જતા ઝઘડો કરી મારકૂટ કરી હોવાનું જણાવતા તેને ઘેર આવી જવાનું કહ્યું હતું. બાદમાં તેના પુત્ર સહિતના ઘેર આવ્યા હતા બાદમાં પોલીસના બોર્ડ મારેલ કારમાં આવેલ મારવાડી શખ્સો સહિતે ધસી આવી તમારા છોકરા અમારી સાથે કેમ માથાકૂટ કરે છે.આમ કહી ધોકા વડે હુમલો કરતા મારા ભાઇના પુત્ર અલ્પેશ અને કરણને પણ મારકૂટ કરી નાસી ગયાનું જણાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *