ઊંઝા શહેરમાં રાત્રિ દરમિયાન ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે રાત્રે વરસાદ શરૂ થયો હતો. જેમાં રાત્રિ દરમિયાન ઊંઝામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઊંઝા અંડરબ્રિજ છલોછલ ભરાઈ જવા પામ્યો હતો. જેને લઈ વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાત્રિ દરમિયાન ભારે ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. ઊંઝામાં રાતે 8થી 10 વાગ્યા સુધી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ વહેલી સવાર સુધી 83 એમએમ એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *