જય શાહ ICCના ચેરમેન બનનારા પહેલા ગુજરાતી

જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ બન્યા છે. ICCએ કહ્યું હતું કે શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી છે. હવે તેમને BCCIનું સેક્રેટરી પદ છોડવું પડશે અને આ પદ પર નવી પોસ્ટિંગ કરવી પડશે.

ન્યૂઝીલેન્ડના વર્તમાન ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. ICCએ 20 ઓગસ્ટે કહ્યું હતું કે બાર્કલે ત્રીજી વખત ચેરમેન નહીં બને. તેઓ 2020થી આ પોસ્ટ પર હતા. તેઓ નવેમ્બરમાં તેમનું પદ છોડી દેશે.

ICC અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ છેલ્લી તારીખ આજે હતી. જય શાહ સિવાય આ પદ માટે કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી, જેના કારણે શાહને ICCના અધ્યક્ષ બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. શાહ હાલમાં ICCની ફાઈનાન્સ અને કોમર્સ પેટાસમિતિના અધ્યક્ષ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *