રાજકોટના મોરબી રોડ પર વેલનાથ પરા શેરી નં-23માં રહેતાં ડેનિશ જગદીશભાઈ સારેસા (ઉ.વ.19)નામનો યુવક અને તેના પિતા બંને આજે સવારે નાગલપરના મેળામાં જવા બાઈકમાં નીકળ્યા હતાં. ત્યારે બેડી ગામ પાસે પહોંચતા પેટ્રોલ પુરાવાનું હોય જેથી પિતા બાઈકમાંથી નીચે ઉતરી ફાકી લેવાં ગયાને પુત્ર પેટ્રોલ પુરાવા ગયો હતો. બાદમાં પેટ્રોલ પુરાવી પાછો આવતો હતો. ત્યારે બેડી ગામ પાસે અથર્વ હોસ્પિટલ સામે પહોંચતા ટ્રક ચાલકે અડફેટે લેતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. બાદ 108 મારફત યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ કુવડવા પોલીસને થતાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.