રાજકોટ મનપાની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

રાજકોટના શહેરીજનોને સ્પર્શતી રોજબરોજની સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ઇ-સર્વિસિસ ક્ષેત્રે અગ્રેસર રહી વહીવટી સુધારણા કરવામાં આવેલ છે. જેના માટે રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી 2023-24ના વર્ષ માટે નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે થયેલ છે. જેમાં લોક સમસ્યાના નિરાકરણ માટે AI ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ ધ્યાનમાં લેવામા આવ્યો છે. જેમાં ટ્રાફિક જંકશનો પર વેઇટિંગ ટાઈમમાં ઘટાડા સાથે ગીચતા ઘટાડી શકાઈ છે. તો AI ટેકનોલોજીથી હોકર્સ ઝોન આસપાસના દબાણો શોધી કાઢી હટાવવામાં આવ્યા તો RMC ઓન વ્હોટ્સએપ સેવા પણ કાર્યરત છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આ ખૂબજ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડના વિતરણનું ફંકશન 27મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ- ગર્વનન્સ વિકસીત ભારત સર્સ એન્ટ સસ્ટેઈન્બલ ઈ-સર્વિસ ડિલેવરી થીમ હેઠળ તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે યોજાનાર છે. જેમાં એવોર્ડ વિજેતાને ભાગ લેવા માટે નિમંત્રણ મળેલ છે. આ એવોર્ડ સ્વીકારવા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોનુ પ્રતિનિધિ મંડળ મુંબઇ ખાતે જશે. જેમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી તેમજ વોર્ડ નં.1 ના કોર્પોરેટર ડૉ.અલ્પેશ મોરજરીયા, વોર્ડ નં.6 ના કોર્પોરેટર પરેશ આર. પીપળીયા, વોર્ડ નં.10 ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવ અને વોર્ડ નં.9ના કોર્પોરેટર જીતુ કાટોળીયા સહિતની ટીમ આ એવોર્ડ સેરેમનીમાં રાજકોટ મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *