ખીજવાડી રોડ પર પાર્થ વિશ્વનગરમાં રહેતા વ્રજલાલભાઈ અજીતભાઈ ધંધુકીયા (ઉ.વ.59) ગત તા.20ના સવારના સમયે તેમની મોટામવા ગામ પાસે પ્રગટેશ્ર્વર સ્કૂલની બાજુમાં આવેલ પોતાની બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક શરીરનું સંતુલન ગુમાવતા તેઓ સાઈટ પરથી નીચે પટકાયા હતા. તેઓને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક બાંધકામ કોન્ટ્રાકટનું કામ કરતા હતા અને તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.