ફ્લાઈટમાં કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા ધોની

પૂર્વ ભારતીય કેપ્ટન MS ધોની અને પત્ની સાક્ષી રવિવારે ઈન્ડિગોની ફ્લાઈટમાં તેમના ટેબલેટ પર કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા હતા. ધોની ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એર હોસ્ટેસ ધોની પાસે ગઈ અને તેમને એક લેટર સાથે ચોકલેટ આપી. એર હોસ્ટેસ નિતિકાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ખજૂરનું પેકેટ ઉપાડ્યું
એર હોસ્ટેસે ધોનીને મીઠાઈ અને ચોકલેટ ઓફર કરી, ધોનીએ ‘ઓમાની ખજૂર’નું પેકેટ ઉપાડ્યું. એર હોસ્ટેસે ડ્યુટી પરથી પરત ફરતા પહેલા ધોની સાથે વાતચીત પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *