સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મમાં મહારાણા પ્રતાપની ભૂમિકા નિભાવશે

2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરએ દર્શકોના દિલ પર ખાસ છાપ છોડી હતી. હવે દર્શક ફિલ્મના બીજા ભાગ માટે એક્સાઈટેડ છે. સની દેઓલ અને અમીષા પટેલને મોટા પડદે જોવા માટે ચાહકો આતુર છે. હવે સની દેઓલના ચાહકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી છે કે આ ફિલ્મ બાદ સની દેઓલ વધુ એક મોટી સરપ્રાઈઝ આપવાના છે. તેમની પાસે મોટો પ્રોજેક્ટ છે. તાજેતરના રિપોર્ટ અનુસાર ગદર 2 બાદ સની દેઓલ યોદ્ધા મહારાણા પ્રતાપનું પાત્ર નિભાવશે, આ સમાચારને સાંભળીને એક્ટરના ચાહકો ખુશખુશાલ છે.

અમુક મીડિયા રિપોર્ટ અનુસાર સની દેઓલ ટૂંક સમયમાં જ મહારાણા પ્રતાપ પર આધારિત એક ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળી શકે છે. ફિલ્મનું નિર્દેશન વિક્કી રાણાવાત કરવાના છે. વિક્કી પોતે મહારાણા પ્રતાપની ભૂમિ મેવાડ સાથે સંબંધ ધરાવે છે. વિક્કી પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો, ટીવી શો અને ડોક્યૂમેન્ટ્રી બનાવી ચૂક્યા છે.

સની દેઓલને આ રોલ પસંદ આવ્યો છે અને ગદર 2 ની રિલીઝ બાદ તેઓ આ ફિલ્મ પર કામ શરૂ કરી શકે છે. ફિલ્મ ગદરના 22 વર્ષ બાદ ફરી તારા સિંહ પોતાના લેડી લવ સકીના સાથે મોટા પડદે પાછા ફરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *