ગુજ.માં ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ

કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે, આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સભ્યોએ AMAથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળાં બેનર સાથે જોડાયા હતા..મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયાં હતાં. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું હતું કે રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં શી ટીમ મદદ કરશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી રેસિડેન્ટ ડોકટરો હડતાલ ઉપર છે અને આજે બીજા દિવસે IMA દ્વારા પણ એક દિવસ બંધ પાડી રેસિડેન્ટ ડોકટરોના વિરોધને સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં OPD અને ઇમર્જન્સી સેવાઓ ચાલુ છે જેમાં બે દિવસમાં કુલ 89 ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ 4300થી વધુ દર્દીને OPD માં ચકાસવામાં આવ્યા છે. જેમાં આજે ખાનગી તબીબોની હડતાલના પગલે OPD માં અનેક ગણો વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે કુલ 487 દર્દીઓ OPDમાં સારવાર લીધી હતી જેની સામે આજે કુલ 3847 દર્દીઓએ OPD માં સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગઈકાલે 283 દર્દીને અને આજે 393 દર્દીને IPD એટલે કે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે 49 અને આજે 40 સર્જરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *