રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા મારા મારીના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી કે મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશ ગોલ (ઉ.વ.38) શહેરના ભક્તિનગર સર્કલ પાસે ઉભેલ છે જેના અઢાર પોલીસે તેને અટકાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુધ્ધ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.