રાજકોટના કુચિયાદળ ગામે સફર પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતો અને ત્યાં જ ઓરડીમાં રહેતો પંકજ રામલાલ કટારા (ઉ.21) તા.11ના રોજ કારખાનામાં કામ કરતાે હતો ત્યારે પ્લાસ્ટિકની બોરીઓ માથે પડતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા એરપોર્ટ પોલીસ મથકના એએસઆઇ યોગેન્દ્રભાઇ સહિતે તપાસ કરતાં મૃતક યુવાન મૂળ એમપીનો અને બે ભાઇ એક બહેનમાં મોટો હતો. છેલ્લા ત્રણેક માસથી અહીં તેની માતા સાથે આવ્યો હતો અને મજૂરીકામ કરતો હતો. તા.11ના રોજ અન્ય શ્રમિકો સાથે કામ કરતો હતો ત્યારે બોરી વચ્ચે વેસ્ટ માલ કાઢવા જતા બોરીનો જથ્થો માથે પડ્યો હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.