સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થય રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોરરીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.
એના ભાગ સ્વરૂપે રાજકોટ શહેરમાં પણ નાના મોટા ૧૧ ચેકડેમો અને સરોવર તૈયાર કરેલ છે.,જેનાથી સરોવર ની આજુબાજુ ના વિસ્તાર માં સોસયટી અને ફ્લેટમાં ૧૫૦૦ થી ૨૫૦૦ ફૂટના બોરમાં તુરુ,કડવું, કડ્છું પાણી હોવાથી પીવા અને વાપરવા લાયક હતું નહિ અને તેનાથી બીમારીનું પ્રમાણ વધતું અને પીવા માટે પાણીના ટાંકા મંગાવતા જેનો આર્થિક બોજો ખુબજ રહેતો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોગભાગીદારીથી થી ચેકડેમ બનતા વરસાદ માં બધાજ ચેકડેમ ભરાય જવાથી દરેક લોકોને બોરમાં ૨૦ થી ૨૫ ફૂટે પાણી આવી જવાથી ખુબ મોટો ફાયદો થયેલો છે. જેથી પહેલા જ વરસાદમાં ધણા ડેમો ઓવરફલો થયેલ હતા.અજુબાજુ ના વિસ્તાર માં પાણી ના સ્તર ઉંચા આવતા લોકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. જેનાથી હિતેન્દ્રભાઈ પટેલ આ કાર્યને વધુ વેગ મળે તેના માટે દરેક લોકો આ કાર્યમાં જોડાઈ તેવી આશા વ્યક્ત કરી હતી.